BG 1.41: હે કૃષ્ણ, અધર્મના વધવાથી કુળની સ્ત્રીઓ ભ્રષ્ટ થાય છે, અને હે વાર્ષ્ણેય, સ્ત્રીઓ ભ્રષ્ટ થવાથી વર્ણસંકર પેદા થાય છે. શબ્દાર્થ: અધર્માભિભવાત્ - અધર્મના વધવાથી, કૃષ્ણ - હે કૃષ્ણ, પ્રદુષ્યન્તિ - ભ્રષ્ટ થાય છે, કુલસ્ત્રિયઃ - કુળની સ્ત્રીઓ, સ્ત્રીષુ - સ્ત્રીઓમાં, દુષ્ટાસુ - ભ્રષ્ટ થવાથી, વાર્ષ્ણેય - હે વાર્ષ્ણેય, જાયતે - ઉત્પન્ન થાય છે, વર્ણસંકરઃ - વર્ણસંકર.
★🔗